મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળની શેરીમાં પ્રાણનગર-2માં યમુનાકુંજ નામના બંગલામાં આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયર વિભાગને જાણ થતાં ટીમ ત્યાં દોડી ગઈ હતી. જો કે આગ ત્યાં સુધીમાં બુઝાઈ ગઈ હતી. ધૂમાડાના ગોટેગોટા હોય, ફાયરની ટીમે આ ધુમાડો મશીનની મદદથી બહાર કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ બંગલામાં ફર્નિચરને નુકસાન થયુ હતું.