શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ, એસબીઆઈ બેન્ક પાસે, રવાપર રોડ ઉપર એ.જે.કંપની પાસે તેમજ અન્ય બે જગ્યાએ ખુલ્લા વરંડામાં આગ : કોઈ જાનહાની નહિમોરબી : મોરબી શહેરમાં દિવાળીની રાત્રે દોઢ વાગ્યા સુધીમાં અલગ અલગ પાંચ સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા હતા.જો કે, આગની તમામ ઘટના ખુલ્લા વરંડામાં બની હોઈ કોઈ જાનહાની કે મોટી નુક્શાની થઈ ન હતી. આગની તમામ ઘટનામાં ફાયર ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવી હતી.મોરબી શહેરમાં દિવાળીની રાત્રીએ આગ લાગવાની અલગ અલગ પાંચ ઘટનાઓ સામે આવી છે. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ રાત્રીના દોઢ વાગ્યા સુધીમાં શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ પાસે ખુલ્લા વરંડામાં, રવાપર રોડ ઉપર એ.જે.કંપની પાસે ખુલ્લા વરંડામાં તેમજ રામ ચોક પાસે એસબીઆઈ બેન્ક નજીક ખુલ્લા વરંડામાં આગ લાગવાના બનાવ બન્યા હતા. નોંધનીય કે, ગત વર્ષે દિવાળીના દિવસે આગ લાગવાના દસ બનાવ બન્યા હતા. જો કે, દિવાળીની રાત્રે આગના બનાવને પહોંચી વળવા ફાયર બ્રિગેડે ત્રણ ટીમમાં 21 ફાયર જવાનોને સ્ટેન્ડબાય રાખ્યા હોય તમામ પાંચ બનાવમાં ફાયર ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી આગ કાબુમાં લીધી હતી.