ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લીધી મોરબી: મોરબી શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ ભારે પવનના કારણે મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ઉમા વિલેજ પાસે એક વીજ લાઈન તૂટી પડવાની ઘટના બની છે. વીજ લાઈન તૂટીને જમીન પર પડતા જ અચાનક આગ ભભૂકી ઉઠી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મહેન્દ્રનગરના ઉમા વિલેજ નજીક ખુલ્લી જગ્યામાં ભારે પવનને પગલે ઉપરથી પસાર થતી 66 કેવી વીજલાઈનનો વાયર અચાનક જ વાડામાં રહેલી કડબ પર તૂટી પડ્યો હતો. વાયર પડતાની સાથે જ તેમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી અને પવનની ગતિ વધુ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી.#Morbi #MorbiUpdate #FireIncident #Mahendranagar #MorbiNews #GujaratNews