લખધીરપુર રોડ ઉપરની ઘટનામાં ફાયર બ્રિગ્રેડ વિભાગે થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર વિશાલ ફર્નિચર પાછળ બાવડની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.જો કે, ફાયર બ્રિગ્રેડ વિભાગે થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લેતા સ્થાનિક લોકોએ રાહત લીધી હતી. આગની ઘટનાની મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર વિશાલ ફર્નિચર પાછળ બાવડની ઝાડીમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી અને બાવડની ઝાડીમાં લાગેલી આગ વધુ ફેલાય તે પૂર્વ જ મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગના લીડીગ ફાયરમેન મહાદેવ ઠાકોર, ડ્રાઈવર નિરવન, ફાયરમેન વિજયભાઈ, મહેન્દ્રભાઇ, ચેતનભાઈ સહિતનાએ થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લેતા જાનમાલને કોઈ નુકસાન થયું નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..