વહેલી સવારે 112 પર કોલ મળતા જ મોરબી ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યોમોરબી અપડેટ: મોરબીના માટેલ રોડ પર આવેલી બોન્ઝા વિટ્રિફાઇડ કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જોકે, ફાયર વિભાગની સતર્કતાથી આગ પર સમયસર કાબુ મેળવી લેવાયો હતો.મળતી માહિતી મુજબ, આજે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સવારે 06:12 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલ રૂમ (112 ઈમરજન્સી) ને કોલ મળ્યો હતો કે માટેલ રોડ પર આવેલી બોન્ઝા વિકટ્રીફાય કંપનીમાં પ્રિન્ટીંગ મશીનરીમાં આગ લાગી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને મોટું નુકસાન થતું ટળ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #FireIncident #MorbiFireBrigade #MatelRoad #CeramicCompany #FireRescue