ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યામોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા વોડાફોન (VI) સ્ટોરના સર્વર રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વોડાફોન સ્ટોરના પાછળના ભાગમાં આવેલા સર્વર રૂમમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સર્વર રૂમમાં લાગેલી આ આગને કારણે રોડ પર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FireAccident #GujaratNews #ShanalaRoad #MorbiCity