ગત મોડી રાત્રીના લાગેલી આગ આજે બપોરે કાબુમાં આવી, ગોડાઉનમાં પડેલો સ્ટોક બળીને ખાખવાંકાનેર : વાંકાનેર નજીક ગત મોડી રાત્રે એક પેપરમિલમાં આગ લાગી હતી. જો કે આજે બપોરે આ આગ કાબુમાં આવી ગઈ છે. પરંતુ ગોડાઉનમાં પડેલો સ્ટોક બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની જામસર ચોકડી નજીક એક્સેલ નામના પેપરમીલ કારખાનામાં ગત રાત્રે 2:30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાણીનો સતત મારો ચલાવી આગ કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે બપોરે આગ કાબુમાં આવી ગઈ છે. આ આગને કારણે ગોડાઉનમાં પડેલો સ્ટોક બળીને ખાખ થઈ ગયો હોય, પેપરમિલને મોટી નુકસાની થયાનું જાણવા મળે છે. બીજી તરફ આગ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.