ખોદકામ વેળાએ પાઇપલાઇન તૂટી, ઇલેક્ટ્રિક સ્પાર્ક થવાથી આગ ભભૂકી : ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યોમોરબી અપડેટ : મોરબી નજીક આવેલા લાલપર ગામની પાછળના ભાગે અર્બન ડાય એન્ડ પોલીમર્સ ફેક્ટરી પાસે ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાની ઘટના બની છે. બપોરે 1:09 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, અર્બન ડાય એન્ડ પોલીમર્સ પાસે ગુજરાત ગેસ કંપનીને જાણ કર્યા વગર અર્થિંગ કે અન્ય કોઈ કામ માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. આ ખોદાકામ દરમિયાન ગેસની લાઈન તૂટતા ગેસ લીકેજ થયો હતો. આ જ સમયે બાજુમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનમાંથી સ્પાર્ક થતાં લીકેજ થયેલા ગેસમાં ભીષણ આગ લાગી હતી.આગની જાણ થતાં જ ફાયર વિભાગ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આગ કાબુમાં આવ્યા બાદ ગુજરાત ગેસ સહિતના સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પાઇપલાઇનની બિલકુલ બાજુમાં જ સબસ્ટેશન આવેલું હોવાથી જો આગ વધુ ફેલાઈ હોત તો મોટું નુકસાન થઈ શક્યું હોત, પરંતુ ફાયર ટીમની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiNews #Lalpar #GujaratGas #FireSafety #MorbiFireBrigade