મોરબી : મોરબી શહેરના શ્રધ્ધાપાર્ક નજીક કચરાના ઢગલામાં બપોરના સમયે આચનક આગ ભભૂકી ઉઠતા થોડી વારમાં જ આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. જો કે, સદનસીબે રહેણાંક વિસ્તારથી આગ દૂરના સ્થળે લાગી હોય કોઈ જાનહાની કે નુકશાની થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમો બનાવ સ્થળે દોડી આવી આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતા.