મોરબી : મોરબીમાં બાયપાસ પાસે આવેલ માધવ સુઝુકીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આ શો-રૂમ આજે રવિવારના કારણે બંધ હતો. પરંતુ બહાર ધુમાડા દેખાતા ખોલતા આગ લાગી હોવાનું ધ્યાને આવતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. સદનશીબે આ આગના કારણે માત્ર અનુક ઉપકરણોમાં જ નુકસાન થયું છે. બાઇક સહિતની વસ્તુઓમાં આગ પ્રસરી ન હતી.