ફાયર વિભાગ દ્વારા 5 ફાયર વિહીકલ સાથે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ મોરબી અપડેટ : વાંકાનેર તાલુકાના માટેલ-ધુવા રોડ પર આવેલી રોલસ્ટાર સિરામિક નામની ટાઇલ્સની મોટી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ આગ ફેક્ટરીની ઓફિસના ભાગમાં લાગી છે અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.પ્રાથમિક વિગતો અનુસાર, આ આગ આશરે 8:30 વાગ્યાની આસપાસ લાગી હતી. આગનું સ્વરૂપ એટલું મોટું છે કે હાલમાં પણ આગ યથાવત છે અને તેને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાસ્થળે આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.#MorbiUpdate #Wankaner #FireIncident #RollstarCeramic #MorbiNews #GujaratNews #Morbi