મોરબી : મોરબીમાં રાજપર ચોકડી નજીક ક્રિષ્ના કાર મેળા સામે આવેલ ટેકઝો કાર સ્ટુડિયોમાં આજે રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર સ્ટુડિયોમાં અંદર અનેક કાર પણ છે. બીજી તરફ આગ વિકરાળ હોવાથી ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે હાલ પાણીનો મારો ચલાવી રહી છે. આ આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. વધુમાં આગને કારણે આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયાનું જાણવા મળી રહ્યું છે.