મોડી રાત્રે 2:41 વાગ્યે બનેલી ઘટનામાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યોમોરબી: મોરબી ફાયર કંટ્રોલ રૂમને મોડી રાત્રે 2:41 વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, અવની ચોકડી પાસે આવેલી નિર્મલ સ્કૂલની બાજુમાં બાવળની વાડમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ તાકીદે કામગીરી હાથ ધરીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે આગ વધુ ફેલાતા અટકી હતી અને આસપાસના વિસ્તારમાં કોઈ મોટું નુકસાન થતું અટક્યું હતું.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiFireBrigade #AvaniChokdi #NirmalSchool #MorbiNews #GujaratNews