ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાઈ મોરબી: મોરબીના જેતપર રોડ પર પાવડીયારી ગામ નજીક વિરાટ નગરના પાટિયા પાસે આવેલા સોયો સેનેટરી કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ કારખાનામાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.