વીરવિદરકાના પાટિયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એક તરફનો રોડ બંધ કરાયોમોરબી : મોરબી-માળિયા નેશનલ હાઇવે પર વિરવિદરકા ગામના પાટિયા પાસે 2 ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ધડાકાભેર ટક્કર બાદ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ભયંકર અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતની ઘટનાને પગલે હાઇવેનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનવ્યવહારને એક જ બાજુથી ચાલુ રાખવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે, જ્યારે પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMaliyaHighway #AccidentNews #HighwayAccident #GujaratNews