મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મોરબી રહેતા મૃતક ભુપતભાઈ જોષી પુરુષ (ઉ.વ. ૫૦) તા.૦૧/૦૨/૨૦૨૨ રોજ મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત હાલતમાં લાશ મળી આવેલ છે. મૃતકની લાશના વાલી વારસ મળી આવેલ નથી. મૃતક પુરૂષ ઉ.વ. ૫૦ વર્ષનો શરીરે પાતળા બાંધાનો, વાને શ્યામ માથાના ભાગે કાળા સફેદ વાળ દાઢીના વાળ સફેદ તથા મુછ સફેદ છે. આ મૃતકના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.યુ. ગોહિલ મો.નં.૯૧૦૬૮૪૦૧૬૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ-૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.