આવો જાણીએ મકરસંક્રાંતિનું વાહન અને સંક્રાંતિના ભક્ષણ કઈ દિશામાં જુએ છે અને શું ફળ આપશે સાથે સંક્રાતિનું દાન પુણ્ય પણ જોઈએ વિ.સં. ૨૦૭૭ ના પોષ શુદ -૧ ગુરુવાર,,- ૧૪-૦૧-૨૦૨૧ના રોજ સવારના ૮:૧૫ થી મકર રાશિ માં પ્રવેશ કરે છે. ત્યારે મકર રાશિનો ચંદ્ર શ્રાવણ નક્ષત્ર અને વજ્ર યોગમાં અને બવ કરણમાં રહેલ છે લગ્નાધિપતિ શનિ અસ્ત નો છે, ચંદ્ર પણ અસ્તનો છે ૦૯ ક. ૦૨ મિ. સુધી એકમ આમ બને કેન્દ્રાધિપતિ અસ્તના છે અને સૂર્ય પણ ૦° નો છે, અને અસ્ટમાધિપતી છે. બાકી જોવા જઈએ તો શુક્ર ને છોડી બીજા ગ્રહો કેન્દ્ર ત્રિકોણમાં છે. સંક્રાંતિ પશ્ચિમ દિશામાંથી આવે છે. પૂર્વ દિશા તરફ જઈ રહેલ છે. તેનું મુખ ઉત્તર દિશા તરફ છે અને અગ્નિ ખૂણા તરફ જોઈ રહેલ છે. તેણે નંદા નામ ધારણ કરેલ છે. તેના નક્ષત્રો રોહિણી, ઉ.ફા., ઉ.ષા.અને ઉ.ભા. નામે છે. બ્રાહ્મણને ત્યાં સુખી થાય છે. વાહન સિંહનું છે.ઉપવાહન હાથીનું છે. સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે. કસ્તુરીનું તિલક કરેલ છે. દેવ જાતિની છે. પુષ્પ પુનાગ અતિ પ્રિય છે અને તે ધારણ કરેલ છે. બાલા વયની છે. અનાજનું ભક્ષણ કરે છે. આભૂષણ પ્રવાળ-મૂંગાના છે. ભોજન પાત્ર સુવર્ણનું છે. કંચૂકી વિચિત્ર છે. બેઠેલી સ્થિતિમાં છે. અને હાથમાં ભુશંડીનું આયુધ-શસ્ત્ર ધારણ કરેલ છે. સંક્રાંતિ ગુરવાર થાય છે, જે સર્વ પ્રકારે શુભ ગણાય છે. સૂર્યની સંક્રાંતિ દિવસના પહેલા ભાગમાં થાય છે જેથી રાજાઓને પીડા થાય. સંક્રાંતિ સમયે બવ કરણ છે જે સૂર્યની સ્થિતિ બેઠેલી જણાવે છે. જે નાણાકીય સ્થિતિ માટે મધ્યમ કહી શકાય. તેથી મધ્યમ ફળ દર્શાવે છે. સિંહનું વાહન છે જેથી અનાજ મોંઘું થાય. સફેદ વસ્ત્ર મોંઘા થાય. સોનું અને પ્રવાળ-મૂંગા મોંઘા થાય. અછત વર્તાય. ચોરભય વધે. પોત-પોતાના કુળમાં વિરોધાભાસ જોવા મળે. બ્રાહ્મણો અને સાધુઓને પરેશાની વધુ રહેશે, આવું શાસ્ત્ર કહે છે. મેષ- રાશિ ના લોકોએ ગોળ, ચિકી, તલનું દાન કરવું જોઈએ. વૃષભ- રાશિના લોકો માટે સફેદ કપડાં અને સફેદ તલનું દાન કરવું યોગ્ય રહેશે. મિથુન- રાશિ ના લોકોએ મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. કર્ક- રાશિના લોકો માટે, ચાંદી, ચોખા અને સફેદ કપડાં દાન કરવું યોગ્ય છે. સિંહ - રાશિના લોકોએ તાંબુ અને સોનાની માળાનું દાન કરવું જોઈએ.અથવા શક્તિ મુજબ સુવર્ણ સં કરવું જોઈએ કન્યા - લોકોએ ચોખા,લીલા મગ અથવા લીલા કપડાનું દાન કરવું જોઈએ. તુલા - રાશિના લોકોને હીરા, ખાંડ અથવા ધાબળા આપવા જોઈએ. વૃશ્ચિક- રાશિના લોકોએ લાલ કાપડ અને કાળા તલનું દાન કરવું જોઈએ. ધન-રાશિ ના લોકો કપડા, ચોખા, તલ અને ગોળનું દાન કરવું જોઈએ. મકર રાશિના લોકોએ ગોળ, ભાત અને તલનું દાન કરવું જોઈએ. કુંભ: કુંભ રાશિના લોકોએ કાળા કાપડ, કાળોઅડદ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ. મીન રાશિના લોકોએ રેશમી કાપડ, ચણાની દાળ, ભાત અને તલનું દાન કરવું જોઈએ. પૂજ્ય આચાર્યશ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી) મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન જ્યોતિષાચાર્ય વસ્તુવિદ્દ વાસ્તુશાસ્ત્રી સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય M.A. સંસ્કૃત ૯૪૨૬૯ ૭૩૮૧૯ શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5 વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં, મોરબી