કોરોના મહામારીને પહોંચી વળવા મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ ખડેપગે મોરબી : હાલમાં સમગ્ર દેશ સહિત વિશ્વના અનેક દેશો કોરોના વાયરસ કોવીડ-૧૯ની મહામારીથી પીડાઇ રહ્યા છે. સમગ્ર પરિસ્થિતિને જોતા આ કપરી કામગીરીમાં આરોગ્ય વિભાગની સૌથી મહત્વની ભૂમિકા રહેલી છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધી એક પણ પોઝિટીવ કેસ નોંધાયેલ નથી તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની તમામ સુચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણ અને તેના લક્ષણો ધરાવતા દર્દીઓના રિપોર્ટ અંગેની તમામ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હાલે મોરબી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગના કેટલા કર્મચારીઓ કેવી કામગીરી કરી રહ્યા છે. તેના પર એક નજર કરીએ. મોરબી જિલ્લામાં ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૫ અર્બન હેલ્થ સેન્ટર, ૬ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૧ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, ૧ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, તેમજ ૫ તાલુકા હેલ્થ ઓફિસ તથા જિલ્લાના ૧૯૮ પેટા આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ કોરોના અંતર્ગત કામગીરીમાં જોડાયેલ છે. આ ઉપરાંત, મોરબી જિલ્લા કક્ષામાં ૮ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, ૩૦ ટેકનીકલ કર્મચારીશ્રીઓ તેમજ જિલ્લાની વહીવટી કામગીરી સંભાળતા અધિકારીશ્રીઓ /કર્મચારીશ્રીઓ, તમામ તાલુકાઓના તાલુકા હેલ્થ ઓફીસના અધિકારીશ્રીઓ અને સુપરવાઇઝર ગ્રામ્ય લેવલની આરોગ્ય સંસ્થાના ૬૦ જેટલા મેડીકલ ઓફિસરશ્રીઓ (એમ.બી.બી.એસ.), તેમજ ૧૩ જેટલા આયુષ મેડીકલ ઓફિસરશ્રીઓ અને ૩૪ આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસરશ્રીઓ, ૪૮ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓ ઉપરાંત ૫૦ લેબોરેટરી ટેકનિશિયન અને ૩૫ ફાર્માશીસ્ટ ઉપરાંત ૩૭૫ જેટલા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૬૦ મેલ અને ફીમેલ સુપરવાઇઝર, ૯૦૦ આશાબહેનો તથા ૭૦૦ જેટલા આંગણવાડી વર્કર બહેનો અને ૧૦૦ જેટલા સફાઇ કામદારો ઉપરાંત ડ્રાઈવર ફરજ બજાવી રહ્યા છે. વધુમાં, સિવિલ હોસ્પિટલમાં સર્જન સહિત ૬ અલગ અલગ સ્પેશ્યાલીસ્ટ ડોકટરશ્રીઓ, ૧૭ મેડીકલ ઓફીસર, ૧૦ ફાર્માસીસ્ટ, ૬૭ નર્સીંગ સ્ટાફ તેમજ ૧૨ લેબ. ટેકનીશીયન તથા ૪ એક્ષરે ટેકનીશીયન અને ૧૦૦ જેટલા સફાઇ કામદાર કામગીરી કરી રહ્યા છે. કોરોના સર્વે માટે પ્રાથમિક શિક્ષકશ્રીઓનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે. સ્વૈચ્છીક સંસ્થાઓ વગેરે પણ કોરોના અટકાયતી કામગીરીમાં સહકાર આપી રહેલ છે. આ ઉપરાંત પણ કોરોના વાયરસ સામેની જંગમાં વહિવટી તંત્રના અનેક વિભાગો, શાખાઓ, સમગ્ર પોલીસ તંત્ર સહિત કામગીરી કરી રહ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/