મોરબી અપડેટના અહેવાલ બાદ મહાપાલિકા તંત્રએ ડમ્પિંગ સાઇટ પર આગ બુઝાવવાનું શરૂ કર્યું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડ કામે લાગ્યુંમોરબી : મોરબી શહેરભરમાંથી નીકળતો કચરો જ્યાં ઠલવાઇ છે તેવી નવી લાલપર ડમ્પિંગ સાઇટ પર લાંબા સમયથી કચરો સતત સળગી રહ્યો હોય મોરબી અપડેટ દ્વારા પર્યાવરણને થતા નુકશાન અંગે રિયાલિટી ચેક કરી અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા જ કોર્પોરેશન તંત્ર દોડતું થયું છે. ડેપ્યુટી કમિશનર દ્વારા રવિવારે તાબડતોબ ફાયર બ્રિગેડ અને સોલીડવેસ્ટ મેનજમેન્ટને દોડતું કરી આગ બુઝાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકા દ્વારા રફાળીયા ડમ્પિંગ સાઇટની જગ્યા રેલવેને સોંપવામાં આવ્યા બાદ હાલમાં લાલપર નજીક નવી ડમ્પિંગ સાઇટ શરૂ કરવામાં આવી છે.જ્યાં દરરોજ 150થી 200 ટ્રેકટર કચરો નાંખવામાં આવે છે. જો કે, નિયમ મુજબ ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે અહીં કચરો સતત સળગાવવામાં આવી રહ્યો હોય આજુબાજુના વિસ્તારમાં સતત પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. જો કે, સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરે સાઇટ પણ ડસ્ટબીનમાંથી સળગેલો કચરો આવતો હોવાનો બચાવ કરી દરરોજ આગ ન લાગતી હોવાનું જાહેર કર્યું હતું.જો કે, મોરબી અપડેટે રિયાલિટી ચેક કરતા ડમ્પિંગ સાઈટના કર્મચારીએ પણ આગ સતત ચાલુ હોવાની કબૂલાત કરી હતી.બીજી તરફ મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તુરત જ મોરબી કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું હતું. ડેપ્યુટી કમિશનરે હાલમાં ફાયર બ્રિગેડ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને ડમ્પિંગ સાઇટ પર મોકલી તાબડતોબ આગ બુઝાવવા કામગીરી શરૂ કરાવી હોવાનું સામે આવ્યું છે.ડમ્પિંગ સાઇટ પર જેસીબીથી કચરો ખસેડવામાં આવી રહ્યો છે : દિલીપસિંહ રાઠોડકોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશનરની સૂચનાથી ડમ્પિંગ સાઇટ પર જેસીબી વડે કચરાને ખસેડી વર્ગીકૃત કરવાની કામગીરી શરૂ કરવમાં આવશે સાથે જ તેમને ઉમેર્યું હતું કે, અહીં રાત્રીના સમયે કચરો વિણવા આવતા લોકો બીડી પીતા હોવાના કારણે પણ આગ લાગી રહી છે.હાલમાં સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી છે.ત્રણ ફાયર ફાયટર વડે આગ બુઝાવવાનું શરૂ : ચીફ ફાયર ઓફિસરમોરબી ડમ્પિંગ સાઇટ પર સળગતો કચરો બુઝાવવા માટે બપોરથી મોરબી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નશીલ હોવાનું ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું.હાલમાં પવન અને પ્લાસ્ટિકને કારણે આગ કાબુમાં આવતા સમય લાગી રહ્યો હોવાનું તેમને જણાવ્યું હતું