આગામી સમયમાં સામાકાંઠા વિસ્તારમાં પણ નવા રોડ બનાવાશે : કેતન વિલપરા મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી રોડ અને જાહેર માર્ગો ધોવાઈ ગયા હતા જેમાં મોરબીના વાવડી રોડથી લઈને પોશ સમાં રવાપર રોડની પણ ગણતરી થતી હતી જેમાં અનેક રજૂઆતોને ધ્યાનમાં લઈને મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરાએ સરકારમાં પણ રજુઆત કરી હતી. ત્યારે અંતે દેર આયે પણ દુરસ્ત આયે મુજબ મોરબી શહેરના 16 નવા માર્ગો બનાવવા માટે સરકાર અને સ્વંભંડોળમાંથી પાલિકા પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જેમાં ૩,૬૬,૫૭,૨૩૬ રૂપિયાની જંગી રકમ મંજુર થઈ છે જેમાં મોરબીના આસ્વાદ પાનથી સુપર સિનેમા સુધી સીસી રોડ,નગરપાલિકા ઓફિસથી સૌરાષ્ટ્ર હર ડ્રેસર સુધી ડામર રોડ,નાગરિક બેંકથી રામચોક સુધી ડામર રોડ,એવરન્યુ પાર્ક થી નગરપાલિકા ઓફિસ સુધી ડામર રોડ,સુપર ટોકીઝથી ત્રિકોણ બાગ સુધી ડામર રોડ,શ્રધ્ધા પાર્કથી કંડલા બાયપાસ સુધી બે પટ્ટી ડામર રોડ,ત્રિકોણ બાગથી કલેક્ટર બંગલા સુધી ડામર રોડ,કલેક્ટર બંગલા થી સુપર ટોકીઝ સુધી ડામર રોડ,વસંત પ્લોટ ચોકથી જેલ રોડ સુધી ડામર રોડ,નવા ડેલા મેઈન રોડ સીસી રોડ, આસ્વાદ પાનથી માધાપર દરવાજા સુધી સીસી રોડ,શક્તિ પ્લોટ મેઈન રોડ સીસી રોડ,વૃદાવન સોસાયટીમાં સીસી રોડ,એવરન્યુ પાર્ક થી ગાંધી ચોક સુધી ડામર રોડ,સરદાર બાગ થી શક્તિ પ્લોટ મેઈન રોડ વસંત પ્લોટ કૉર્નર સુધી સીસી રોડ સહિતના શહેરના મુખ્ય ૧૬ માર્ગોનું સાડા ત્રણ કરોડ થી વધુ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. મોરબીના મોટાભાગના રોડ આ પ્રોજેકટમાં સમાવી લેવામાં આવ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા દ્વારા સામાકાંઠા વિસ્તારમાં પણ રોડ બિસ્માર હોવાની અનેક રજૂઆતો આવતા આગામી સમયમાં તે વિસ્તારમાં પણ નવા રોડ બનવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે મોરબીની પ્રજા છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાતી જોવા મળતી હતી. અંતે આજે પ્રજાને રાહતના સમાચાર મળ્યા છે. જોકે આ મંજુર થેયલા રસ્તા ખરેખર સારા અને યોગ્ય ગુણવત્તા વાળા બને તે પણ એટલું જ જરૂરી છે.