32 કલાક બાદ ગત મોડી રાત્રે મૃતદેહો મળી આવતા સિવિલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઈમોરબી : મોરબીમાં મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી શુક્રવારે બપોરે બે યુવાનોએ ઝંપલાવ્યું હતું. ઘટનાને 32 કલાક વીત્યા બાદ ગત રાત્રીના બન્ને યુવાનોના મૃતદેહો મળી આવતા તેને સિવિલ હોસ્પિટલ મોકલી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે બપોરે 3:30 વાગ્યાના અરસામાં મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી બે યુવાનોએ ઝંપલાવ્યું હતું. આ બન્ને યુવાનોની ઓળખ હર્ષદ બળદેવ પારધી (ઉં.વ.20) રહે. વવાણીયા તથા અનિલ કનુભાઈ ભાંખોડીયા (ઉ.વ.27) રહે. વીસીપરા તરીકે થઈ છે. રેસ્ક્યુમાં એસડીઆરએફની ટીમના 22થી વધુ જવાનોની પણ મદદ લેવાઈ હતી. એસડીઆરએફની ટિમ તેમજ રાજકોટ અને મોરબીની ફાયરબ્રિગેડની ટિમોએ 3 બોટ સહિતના સાધનો વડે મૃતદેહોની શોધખોળ ચલાવી હતી. અંતે 32 કલાક બાદ બન્ને મૃતદેહો મળી આવ્યા છે.