લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ મોરબી : મોરબી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ અગાઉ કાર્ડ-આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ કરી દેવાયા બાદ આખા જિલ્લામાં એકમાત્ર મોરબીની સિવિલ હોસ્પિટલમાં આ કામગીરી શરૂ કરાઇ હતી. બાદમાં ખાનગી હોસ્પિટલમાં અને વાંકાનેરના સીએચસીમાં પણ આ કામગીરી શરૂ કરવા છતાં લોકોની હાલાકી યથાવત રહી હતી. આથી લોકોની હાલાકીનો ધ્યાને લઈને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અગાઉના જુના સેન્ટરોમાં રાબેતા મુજબ માં કાર્ડ-આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આઉટ સોર્સીંગ એજન્સી રદ થવાના કારણે મોરબીમા લોકોને માં કાર્ડ કાઢવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી તથા લોકો પરેશાન થયા હતા. પરંતુ હવે ફરીથી આ કામગીરી એજન્સીને સોપાવામાં આવી છે. જેથી હવે મોરબી જીલ્લામા જ્યા પણ જુના સેન્ટરો હતા ત્યા ફરીથી રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે, દરેક લોકોને વ્યક્તિ દિઠ અલગ અલગ કાર્ડ મળશે તથા જે મા કાર્ડની સમય મર્યાદા પુરી થઇ ગયેલ હોય તે લોકોને નવા આવકના પ્રમાણ પત્ર પરથી સીધા જ આયુષ્યમાન કાર્ડ નીકળી જશે. મોરબી જિલ્લામાં જુના સેન્ટરોમાં મોરબી તાલુકા પંચાયત કોમ્યુનિટી હોલ, વાંકાનેર નગરપાલિકા, હળવદ બ્લોક હેલ્થ ઓફીસ, માળીયા તાલુકા પંચાયત ખાતે કાર્ડ-આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ થઈ છે. નવા કાર્ડ માટે દરેક લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ તથા મુખ્ય વ્યક્તિના આવકનુ પ્રમાણ પત્ર અને ગ્રામ્ય હોય તો તાલુકા વિકાસ અધીકારીનુ તથા શહેર માટે મામલતદારનુ, તાલુકા પંચાયત કચેરી સામે કોન્ફરન્સ હોલમા આ કામગીરી થઇ શકશે. લાંબા સમય બાદ જુના સેન્ટરોમાં ફરી આ કામગીરી શરૂ થતાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને રાહત થઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..