હાલ જંગલ કટીંગ શરૂ કરી દેવાયુ, સાતમ- આઠમ બાદ કમ્પાઉન્ડ વોલનું કામ હાથ ધરાશે મોરબી : મોરબીવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. વર્ષોથી જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી અંતે તે એરોડ્રામનું કામ શરૂ થઈ ગયું છે. જેમાં હાલ જંગલ કટીંગ શરૂ કરી દેવાયુ છે. જ્યારે સાતમ- આઠમ બાદ કમ્પાઉન્ડ વોલનું કામ હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે. જ્યા રાજા- રજવાડા વખતમાં એરોપ્લેન ઉડતા તે મોરબીને વર્તમાન સમયમાં જ એરપોર્ટની વિશેષ જરૂર હોય ત્યારે જ એરપોર્ટની સવલત સરકાર દ્વારા અપાતી ન હોય ભારે કચવાટ ફેલાયો હતો. પણ અંતે સરકારે મોરબીમાં એરોડ્રામ બનાવવાના કામને વેગ આપી દીધો છે. આ એરોડ્રામ માટે જમીન સંપાદન સહિતની કાગળ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે જંગલ કટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના હિતેશભાઈ આદ્રોજાના જણાવ્યા અનુસાર 6 કરોડના ખર્ચે એરોડ્રામની 5.5 કિમીની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. જેની અંદર 685 વિઘા જમીનમાં એરોડ્રામ બનાવવામાં આવનાર છે. આ કમ્પાઉન્ડ વોલનું કામ સાતમ આઠમ પછી શરૂ કરી દેવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..