એક એક્ટિવ રહેલો કેસ પણ રિકવર થઈ જતા મોરબી જિલ્લો કોરોના મુક્ત બન્યો મોરબી : મોરબી જિલ્લો હવે ફરી કોરોનાથી મુક્ત બન્યો છે. જેમાં એક એક્ટિવ રહેલો કેસ પણ રિકવર થઈ જતા મોરબી જિલ્લાને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના વળતા પાણી શરૂ થયા છે અને સતત કેસ ઘટી રહ્યા હોવાની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી એકપણ કેસ નોંધાતો નથી. બીજી તરફ એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. નવા કેસ નોંધાતા ન હોય અને એક્ટિવ કેસ રિકવર થતા મોરબી જિલ્લો કોરોના મુક્ત થવા ઉપર ગતિ કરી રહ્યો હોય ત્યારે ગઈકાલે એક એક્ટિવ કેસ રહ્યો હતો. આજે એ કેસ પણ રિકવર થતા હવે એકપણ એક્ટિવ કેસ ન રહેતા મોરબી જિલ્લાને કોરોના મુકત થયો છે.