ગુજરાત સરકારના પંચાયત રૂરલ હાઉસિંગ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર હવે માળીયા- વનાળિયા, ઉમિયાનગર, રામદેવનગર, શક્તિનગર વિસ્તારોની અલગ ગ્રામ પંચાયત થશે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન હીરાભાઈ ટમારીયાની મહેનત રંગ લાવી મોરબી : મોરબીના છેવાડાના માળીયા, વનાળિયા, ઉમિયાનગર, રામદેવનગર, શક્તિનગર વિસ્તારો લાંબા સમયથી અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ વિસ્તારોની અલગ ગ્રામ પંચાયત બનાવવાની મંગણી અંતે સાકાર થઈ છે. જેમાં આ માટે ગુજરાત સરકારના પંચાયત રૂરલ હાઉસિંગ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને આ વિસ્તારોને અલગ ગ્રામ પંચાયતનું ગઠન કરવાની મંજુરી આપવામાં આવી છે. મોરબીના સામાકાંઠે આવેલા માળીયા, વનાળિયા, ઉમિયાનગર, રામદેવનગર, શક્તિનગર વિસ્તારો આમ તો લાંબા સમયથી ત્રાજપર ગ્રામ.પંચાયતમાં સમાવિષ્ટ હતા. પરંતુ માત્ર કાગળ ઉપર આ વિસ્તારો ત્રાજપરમાં બોલતા હોય અને મતદાન સમયે યાદ કરવામાં આવતા હોવાથી આ વિસ્તારોનો લાંબા સમયથી વિકાસ થયો જ નથી. આ વિસ્તારો નગરપાલિકામાં કે ગ્રામ પંચાયતમાં ન હોવાથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારોમા લાંબા સમયથી સારા રોડ-રસ્તા, ગટર, પાણી, લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓના કોઈ ઠેકાણા નથી. આથી સ્થાનિક અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ તેમના વિસ્તારોની અલગ ગ્રામ પંચાયત બને તે માટે ગાંધીનગર સુધી અનેક વખત રજુઆત કરી હતી. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ પણ આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. અંતે આ માંગણીને ધ્યાને લઈને ગુજરાત સરકારના પંચાયત રૂરલ હાઉસિંગ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરી માળીયા, વનાળિયા, ઉમિયાનગર, રામદેવનગર, શક્તિનગર વિસ્તારોની અલગ ગ્રામ પંચાયત બનાવવાની મંજુરી આપવામાં આવી છે. જે માળીયા વનાળિયા ગ્રામ પંચાયત નામથી ઓળખાશે. આ અલગ ગ્રામ પંચાયત બનવવાથી સ્થાનિકોને હવે સમસ્યાંથી રાહત થશે. આ અંગે રજુઆત કરનાર હીરાભાઈ ટમારીયાએ અલગ ગ્રામ પંચાયત મજૂર કરવા બદલ સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તથા સાંસદ મોહનભાઇ કુડારીયાના સતત પ્રયત્નોથી મે એટલે કે હીરાભાઈ ટમારીયાએ જીલ્લા પંચાયત ચુંટણી વખતે માળિયા-વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર વગેરે વિસ્તાર ને અલગ ગ્રામ પંચાયત આપવાનુ જે વચન આપ્યુ તે પુરુ થયું છે. એનો મને અનહદ આનંદ છે. આ સાથે આ વિસ્તારના તમામ આગેવાનોને અભિનંદન આપુ છુ કે જેઓએ ચુટણી પત્યા પછી સત્તામાં આવ્યા પછી અલગ ગ્રામ પંચાયત માટે મારી પાસે ઉઘરાણી કરી અને એ ઉધારી મે આજે ચુકતે કરી ફરી એક વખત બ્રિજેશભાઈ મેરજા તથા મોહનભાઇ કુંડારીયાનો આ વિસ્તારના પરજાજનોના પ્રતિનિધિ તરીકે ખરા દિલથી આભાર વ્યક્ત કરુ છું તેવું અંતમાં હીરાભાઈ ટમારીયાએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..