છેક શનાળાથી નેશનલ હાઇવે સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો : પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવવા કામે લાગીમોરબી : મોરબીમાં પંચાસર ચોકડીએ અંતે ત્રણ કલાક બાદ ચક્કાજામ હટાવવામાં આવ્યો છે. આ ચક્કાજામને કારણે શનાળાથી લઈ નેશનલ હાઇવે સુધી ટ્રાફિક સર્જાયો હતો. હાલ પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવવા કામે લાગી છે.મોરબીના પંચાસર રોડની ખરાબ હાલતને પગલે સ્થાનિકોએ આજે સાંજે 5 વાગ્યાથી પંચાસર ચોકડીએ ચક્કાજામ શરૂ કર્યો હતો. ડેપ્યુટી કમિશનરે સ્થળ ઉપર પહોંચી સ્થાનિકોને સમજાવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ નિવડતા ડેપ્યુટી કમિશનર સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. રાત્રે 8 વાગ્યા સુધી આ ચક્કાજામ યથાવત હતો. ચક્કાજામને કારણે એક તરફ શનાળા સુધી વાહનોની કતાર લાગી હતી. તો બીજી તરફ છે નેશનલ હાઈવે સુધી વાહનોની કતાર પહોંચી હતી. અંતે પોલીસે લોકોને રોડ ઉપરથી દૂર કરી ચક્કાજામ હટાવ્યો છે. હાલ એ ડિવિઝન પીઆઇ, ટ્રાફિક પીઆઇ, પાંચ પીએસઆઈ સહિત 30 જેટલા પોલીસ જવાનો ટ્રાફિક ક્લિયર કરાવવાના કામે લાગ્યા છે.