મોરબી, માળિયા-મિયાણા, હળવદ, ટંકારા અને વાંકાનેર ITI ખાતે 7 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશેમોરબી અપડેટ: ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી ITI દ્વારા પ્રવેશ વર્ષ 2026 માટે અંતિમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી, માળિયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT અને GCVT પેટર્નના કોર્ષમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 07/08/2026ના રોજ શરૂ થશે અને છેલ્લી તારીખ 14/08/2026 નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારો ઇન્ટરનેટના માધ્યમથી itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે.રજીસ્ટ્રેશન ફી રૂ. 50 રાખવામાં આવી છે, જે ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઈન ભરી શકાશે. જે ઉમેદવારો જાતે ફોર્મ ભરી શકે તેમ ન હોય તેઓ ઉપરોક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઈપણ સરકારી ITI ખાતે જઈને ફોર્મ ભરાવી શકશે. જિલ્લાની દરેક ITI ખાતે સવારે 10:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી અને માર્ગદર્શન માટે ખાસ સેન્ટર કાર્યરત રહેશે.ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે રાખવાની રહેશે:ધોરણ 8, 9 અથવા 10 ની માર્કશીટશાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)આધારકાર્ડની ઝેરોક્ષજાતિ અથવા કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS)પાસપોર્ટ સાઈઝનો ફોટોવધુ માહિતી માટે ઉમેદવારો સંસ્થાની વેબસાઈટ itimorbi.gujarat.gov.in ની મુલાકાત લઈ શકે છે અથવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #ITIAdmission #MorbiITI #GujaratEmployment #ITIAdmission2026 #Wankaner #Halvad #Tankara #Maliya #EducationNews