મોરબી: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાર મંડળોની રચના અને અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનો આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાંકાનેરની પંચાસિયા બેઠક સામાન્ય હતી. તેને સામાન્ય સ્ત્રીમાં તબદીલ કરાઈ છે. જ્યારે ચંદ્રપુર બેઠક સામાન્ય સ્ત્રીની હતી. તેને સામાન્ય બેઠકમાં ફેરવાઈ છે. મોરબી જિલ્લા પંચાયતની તમામ 24 બેઠકોની કેટેગરી મુજબની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે:ક્યાં અનામતને કેટલી બેઠકો અપાઈ ? ● અનુસૂચિત જાતિ માટે 2 બેઠકો (1 સ્ત્રી અને 1 સામાન્ય). ● અનુસૂચિત આદિજાતિ માટે 1 બેઠક (સામાન્ય). ● સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે 6 બેઠકો (3 સ્ત્રી અને 3 સામાન્ય). ● સામાન્ય સ્ત્રી માટે 8 બેઠકો. ● બિન અનામત સામાન્ય માટે 7 બેઠકો.કુલ બેઠકો અને અનામત ફાળવણી૧. આમરણ (તા. મોરબી) - સામાન્ય સ્ત્રી૨. બગથળા (તા. મોરબી) - બિનઅનામત સામાન્ય૩. ચંદ્રપુર (તા. વાંકાનેર) - બિનઅનામત સામાન્ય૪. ચરાડવા (તા. હળવદ) - બિનઅનામત સામાન્ય૫. ઢુવા (તા. વાંકાનેર) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી૬. ઘનશ્યામપુર (તા. હળવદ) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી૭. ઘુંટુ (તા. મોરબી) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી૮. જાંબુડીયા (તા. મોરબી) - અનુસૂચિત જાતિ સ્ત્રી૯. જેતપર (તા. મોરબી) - સા.શૈ.પછાતવર્ગ૧૦. ખાખરેચી (તા. માળીયા મીંયાણા) - સા.શૈ.પછાતવર્ગ૧૧. ખાનપર (તા. મોરબી) - સા.શૈ.પછાતવર્ગ૧૨. કોઠી (તા. વાંકાનેર) - સામાન્ય સ્ત્રી૧૩. લજાઇ (તા. ટંકારા) - અનુસૂચિત જાતિ૧૪. લુણસર (તા. વાંકાનેર) - બિનઅનામત સામાન્ય૧૫. મહિકા (તા. વાંકાનેર) - સામાન્ય સ્ત્રી૧૬. માથક (તા. હળવદ) - સામાન્ય સ્ત્રી૧૭. મોટા દહિંસરા (તા. માળીયા મીંયાણા) - બિનઅનામત સામાન્ય૧૮. નેકનામ (તા. ટંકારા) - અનુસૂચિત આદિજાતિ૧૯. ઓટાળા (તા. ટંકારા) - સામાન્ય સ્ત્રી૨૦. પંચાસીયા (તા. વાંકાનેર) - સામાન્ય સ્ત્રી૨૧. સાપકડા (તા. હળવદ) - સામાન્ય સ્ત્રી૨૨. સરવડ (તા. માળીયા મીંયાણા) - સામાન્ય સ્ત્રી૨૩. ટીકર (રણ) (તા. હળવદ) - બિનઅનામત સામાન્ય૨૪. તિથવા (તા. વાંકાનેર) - બિનઅનામત સામાન્ય#MorbiUpdate #MorbiDistrictPanchayat #MorbiElection2026 #GujaratElectionCommission #MorbiNews #MorbiPolitics #Morbi