મોરબી: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે સને 2011 ની વસતી ગણતરી પ્રમાણે શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ 23-02-2026 ના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે. આયોગના સચિવ આર. જી. ગોહિલની સહીથી જારી કરાયેલા આ આદેશની નકલો શહેર ચૂંટણી અધિકારી અને કલેકટર તેમજ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને મોકલી જાહેર સ્થળોએ બહોળી પ્રસિદ્ધિ કરવા માટે જણાવવામાં આવ્યું છે. વસતી અને બેઠકોનું માળખું:આખરી આદેશ મુજબ, મોરબી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ રહેશે. 2011 ની વસતી ગણતરી મુજબ મોરબીની કુલ વસતી 267724 છે. વોર્ડ દીઠ સરેરાશ વસતી 20594 નક્કી કરવામાં આવી છે. કુલ 52 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અનામત બેઠકોની ફાળવણી:કુલ 52 બેઠકોમાંથી 26 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. જાતિગત સમીકરણો જોઈએ તો: • અનુસૂચિત જાતિ (SC) માટે 4 બેઠકો અનામત છે, જેમાં 2 બેઠકો અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટે રહેશે.• અનુસૂચિત આદિજાતિ (ST) માટે એકપણ બેઠક અનામત નથી.• પછાતવર્ગ (OBC) માટે 14 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી 7 બેઠકો પછાતવર્ગની સ્ત્રીઓ માટે અનામત છે.• કુલ સામાન્ય (બિનઅનામત) બેઠકો 34 રહેશે, જેમાં 17 બેઠકો સામાન્ય સ્ત્રીઓ માટે ફાળવવામાં આવી છે.વોર્ડવાર અનામત બેઠકોની સ્થિતિ:દરેક વોર્ડમાં કુલ 4 સભ્યો ચૂંટાશે, જેમાંથી વોર્ડ દીઠ બેઠકોની ફાળવણી નીચે મુજબ છે: • વોર્ડ નં. 1: 1. પછાતવર્ગ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. સામાન્ય, 4. સામાન્ય• વોર્ડ નં. 2: 1. પછાતવર્ગ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. અનુસૂચિત જાતિ, 4. સામાન્ય• વોર્ડ નં. 3: 1. સામાન્ય (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. પછાતવર્ગ, 4. સામાન્ય• વોર્ડ નં. 4: 1. પછાતવર્ગ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. અનુસૂચિત જાતિ, 4. સામાન્ય• વોર્ડ નં. 5: 1. અનુસૂચિત જાતિ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. પછાતવર્ગ, 4. સામાન્ય• વોર્ડ નં. 6: 1. પછાતવર્ગ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. સામાન્ય, 4. સામાન્ય• વોર્ડ નં. 7: 1. પછાતવર્ગ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. સામાન્ય, 4. સામાન્ય• વોર્ડ નં. 8: 1. સામાન્ય (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. પછાતવર્ગ, 4. સામાન્ય• વોર્ડ નં. 9: 1. સામાન્ય (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. પછાતવર્ગ, 4. સામાન્ય• વોર્ડ નં. 10: 1. સામાન્ય (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. પછાતવર્ગ, 4. સામાન્ય• વોર્ડ નં. 11: 1. પછાતવર્ગ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. સામાન્ય, 4. સામાન્ય• વોર્ડ નં. 12: 1. પછાતવર્ગ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. પછાતવર્ગ, 4. સામાન્ય• વોર્ડ નં. 13: 1. અનુસૂચિત જાતિ (સ્ત્રી), 2. સામાન્ય (સ્ત્રી), 3. પછાતવર્ગ, 4. સામાન્ય13 વોર્ડમાં સમાવિષ્ટ મુખ્ય વિસ્તારોની ભૌગોલિક રૂપરેખા:• વોર્ડ નં. 1: નાની વાવડીના સર્વે નંબરો, કેનાલ આસપાસનો વિસ્તાર, શ્રીરામ પાર્ક, ભગવતીપરા અને નદી સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 2: મચ્છુ નદીથી અમરેલી, શંકરા આશ્રમ, મોરબી નવલખી રેલ્વે લાઈન, વીસી ફાટક, એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, મોરબી રેલ્વે સ્ટેશન, આરકલી, લાયન્સનગર અને કુબેર નગર સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 3: મચ્છુ નદીથી કાલીન્દ્રી નદી, કડિયા બોર્ડીંગ, લાલબાગ સરકારી વસાહત, લાલબાગ સેવા સદન, ઉમા ટાઉનશીપ, P.G.V.C.L. ની કચેરી અને મચ્છુ નદી કાંઠા સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 4: મહેન્દ્રનગર, કાલીન્દ્રી નદી આસપાસનો વિસ્તાર, મોરબી ઘૂટું રોડ, ત્રાજપર ચોકડી રોડ સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 5: મચ્છુ નદીથી L.E. COLLAGE હોસ્ટેલ, નટરાજ ફાટક, તાલુકા પોલીસ સ્ટેશન, મહારાણા પ્રતાપ સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જિલ્લા સેવા સદન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને મયુર પુલ સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 6: શક્તિ ચોકથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ન્યાયાધીશ આવાસ, મણી મંદિર, દરબાર ગઢ, મચ્છુ બારી, રામઘાટ રોડ, માતૃ મંદિર પ્રાથમિક શાળા, ગંધીયા બજાર, નેહરુ ગેટ અને બુઢાવાળી લાઈન સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 7: માધાપર, નવી રેલ્વે કોલોની, વીસી હાઈસ્કૂલ, જુનું આયુર્વેદિક દવાખાનું, ટાઉન હોલ, મહાનગરપાલિકા કચેરી, શનાળારોડ, રામચોક, લાતી પ્લોટ મેઈન રોડ, મહેન્દ્રપરા મેઇન રોડથી અયોધ્યા પૂરી રોડ સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 8: પંચાસર રોડ, ભારત પરા, લાતી પ્લોટ, શનાળા રોડ, યદુનંદન ચેમ્બર્સ, સુભાષચંદ્ર બોઝ પ્રતીમા ચોક, નવાબસ સ્ટેન્ડ અને સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીનો વિસ્તાર.• વોર્ડ નં. 9: સર્વે નં. 864 થી 1270, 1141, 951 અને 892 આસપાસનો વિસ્તાર.• વોર્ડ નં. 10: માધાપર સર્વે નંબરના વિસ્તારો, વોકળો અને તળાવ આસપાસનો વિસ્તાર.• વોર્ડ નં. 11: રવાપર અને લીલાપરના સર્વે નંબર ધરાવતો વિસ્તાર, મચ્છુ નદી આસપાસનો પટ્ટો.• વોર્ડ નં. 12: શનાળા રોડ, સરદાર બાગ, રવાપર મેઇન રોડ, કાલિકા પ્લોટ, કબીર ટેકરી વિસ્તાર અને કેનાલ રોડ આસપાસનો વિસ્તાર.• વોર્ડ નં. 13: માધાપર, સાયન્ટીફિક વાડી, શિવ સોસાયટી, વજેપર વિસ્તાર, મતવાવાસ, રબારી વાસ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વાઘપરા વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, બોય્ઝ હાઈસ્કૂલ, વસંત પ્લોટ, ગાંધી ચોક, ભોઈવાડો અને સ્મશાન સુધીનો વિસ્તાર.અગાઉ 08 જાન્યુઆરી 2026 ના રોજ આ અંગેનો પ્રાથમિક આદેશ જાહેર કરી જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 22 જાન્યુઆરી 2026 ના રોજ માન્ય રાજકીય પક્ષો સાથે પરામર્શ કરીને આખરી સીમાંકન અને બેઠકોની ફાળવણી નક્કી કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #Election2026 #MorbiNews #WardDelimitation #GujaratElectionCommission