મોરબીના લીલાપર-જોધપર (નદી) ગામ તરફ જવાના રસ્તે 10 જુલાઈના રોજ બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના લીલાપર-જોધપર (નદી) ગામ તરફ જવાના રસ્તે ગત તા.10 જુલાઈના રોજ વિજપોલ સાથે કન્ટેનર અથડાયું હતું. આથી, કન્ટેનરમાં આગ લાગી હતી. તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાં નુકશાન થયું હતું. ત્યારે હવે આ બનાવમાં વીજ અધિકારીએ કન્ટેનર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પી.જી.વી.સી.એલ. વિભાગના નાયબ ઇજનેર મેહુલકુમાર નુતનકુમાર પઢીયારએ આરોપી ટેલર નંબર-જી.જે.૧૨.બી.ડબ્લ્યુ ૭૪૩૮ વાળાના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.10 જુલાઈના રોજ લીલાપર-જોધપર (નદી) ગામ તરફ જવાના રસ્તે રાધે સ્યામ પેપર મીલના લેબર ક્વાટરના વરડાની બાજુમાં ટેલર નંબર-જી.જે.૧૨.બી.ડબ્લ્યુ ૭૪૩૮ ના ચાલકે ફુલ સ્પીડ તેમજ બેદરકારીથી ચલાવી ઇલેકટ્રીક પોલના ડી.પી. સ્ટકચરની ગેંગ સ્વીચ સાથે કન્ટેનર ભટકાડી ઇલેકટ્રીક પોલ તથા વીજ વાયરમાં નુકશાન કર્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા વધુ તપાસ ચાલવી રહ્યા છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..