પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી મોરબી : કોરોના કાળમાં લગ્નનું આયોજન કરવું હોય તો સરકારની મંજુરી લેવી ફરજિયાત છે. આમ છતાં મોરબીમાં એક પિતાએ પોતાની દીકરીને લગ્નનું આયોજન સરકારની મંજૂરી લીધા વગર કરી નાખ્યું હતું. આ બાબત ધ્યાને આવતા એ ડિવિઝન પોલીસે મંજૂરી વગર દીકરીના લગ્નનું આયોજન કરનાર પિતા સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. મહીપાલસિંહ ગંભીરસિંહ વાળાએ સરકાર તરફે ફરિયાદી બનીને જગજીવનભાઇ વનુભાઇ નકુમ (ઉ.વ.૫૩, ધંધો. મજુરી, રહે. મોરબી, માધાપર, શેરી નં. ૧૬) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ મોરબી માધાપર રામજી મંદીર પાસે આવેલ માધાપર સતવારા સમાજની વાડીમાં પોતાની દીકરીના લગ્ન પ્રસંગનું આયોજન કરી ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર લગ્નની કોઇ મંજુરી નહી મેળવી મળી આવી કલેકટર મોરબીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..