બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં ભંગારની રેંકડી કાઢી ભંગાર વેચવાનો ધંધો કરતા ધંધાર્થીઓ વચ્ચે ભંગારની રેંકડી રાખવા મુદ્દે મારામારી થઈ હતી. બાદમાં બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ૨માં આવેલ કુબેર ટોકીજ પાછળના મફતીયાપરામાં રહેતા અને ભંગારનો ધંધો કરતા શારદાબેન ગોગનભાઇ વાઘેલા (ઉં.વ. ૪૦) એ આરોપીઓ રસીકભાઇ દેવસીભાઇ ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસીભાઇ ચારોલીયા, મુકેશભાઇ રસીકભાઇ, સુરેશભાઇ કિશોરભાઇ (રહે. શનાળા બાયપાસ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૩ના રોજ કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં આરોપીએ ફરીયાદીના પતિ ગોગનભાઇને મેમરીકાર્ડ વેચાતુ લઇ લેવાનુ કહેલ. જેથી, ગોગનભાઇએ ના પાડેલ હોય. જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી છકડો રીક્ષામા ફરીયાદીના ઘર પાસે જઇ મારી નાખવાના ઇરાદે હુમલો કરી પાઇપ તથા લોખંડ એંગલથી માર મારી ફરીયાદીના પતિ ગોગનભાઇને જમણા પગમા તથા જમણા હાથમા ફેક્ચર તેમજ માથામા હેમરેજની ઇજા કરી તેમજ શરીરે મુંઢ ઇજા કરી તેમજ ફરીયાદીને જમણા હાથની કોણી પાસે પાઇપ વતી ઇજા કરતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સામા પક્ષે મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ ગોકુલનગરમાં રહેતા રસિકભાઈ દેવભાઈ ચારોલીયા (ઉ.વ.40)એ આરોપી ગોગન વિરજી વાઘેલા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તથા આરોપીને ભંગારની રેંકડી રાખવા મામલે માથાકૂટ થઈ હતી. જેથી, ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી રોડ ઉપર પાડી દઈને ઇજા કરી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate