મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર જીઆઇડીસીના ખૂણે આવેલા રોયલ શોપિંગ સેન્ટરમાં માથાકૂટ થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા શખ્સોએ ધોકા ઉલાળ્યા હતા. ઉપરાંત હોટેલ, કાર અને ઘર પર હુમલો કરીને તોડફોડ કરી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે આવી ઘટના મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉભા કર્યા છે. બીજી તરફ પોલીસે આ ઘટનામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. શુ બની હતી ઘટના ?ચર્ચાતી વિગતો અનુસાર રોયલ શોપિંગ સેન્ટરમાં કેટલાક શખ્સો કારખાનાઓમાં જમવાના પાર્સલ આપતી 'ચામુંડા હોટેલ'માં સામાન્ય બાબતે હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને તેઓએ હોટેલમાં તોડફોડ કરી હતી અને ત્યાં રહેલી i20 કારના કાચ તોડીને ગાડીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ સંચાલકના ઘરે પણ તોડફોડ કરી, મહિલાને પણ માર માર્યો હોવાની વિગતો સામે આવી હતી.તાલુકા પીઆઈએ શુ કહ્યું ?આ સમગ્ર ઘટના અંગે મોરબી તાલુકા પીઆઇ એન.એસ. ઘેટિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસને અરજી મળતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ જે વિડીયો વાયરલ થયા છે. તમામ પાસાઓની પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.#Morbi #MorbiUpdate #Rafaleshwar #CrimeNews #GujaratiNews #MorbiPolice #LocalNews #GujaratCrime #MorbiCity