ત્રણ શખ્સો સામે હુમલો કર્યાનો હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામે ખેતીની જમીનમાં થાભલા ખોડવા મામલે મારામારી થઈ હતી.જેમાં ખેડૂત સહિત બે વ્યક્તિ પર ત્રણ શખ્સોએ લોખડના સળિયાથી હુમલી કર્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે . આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના નવા અમરાપર ગામે રહેતા બળદેવભાઈ હમીરભાઈ જાદવએ દેવજીભાઈ પોપટભાઈ જાદવ, મનીષાબેન દેવજીભાઈ, ચતુરભાઈ દેવજીભાઈ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગતતા.31ના રોજ ફરિયાદી નવા અમરાપર ગામે આવેલ તેમની વાડીના શેઢા પાસે હતા.તે સમયે આરોપીઓ શેઢા પાસે થાભલા ખોડતા હોવાથી ફરિયાદીએ આ જગ્યા અમારી જમીનનો ભાગ છે તેવું કહ્યું હતું.આથી ઉશ્કેરાયેલા આરોપીઓ ફરિયાદીના માથાના ભાગે તથા હાથના ભાગે સેન્ટિગના સળિયા વતી માર માર્યો હતો તેમજ સાહેદ વાસુદેવભાઈને પણ લોખડના સળિયાથી માર મારીને ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne