વાંકાનેર : મકતાનપર ગામમાં જમીનના પૈસા મામલે પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઇ ગઈ હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે તા. 24ના રોજ મકતાનપર ગામમાં રહેતા ગૈારીબેન અશોકભાઇ રાણેવાડીયા (ઉ.વ. ૩૫, ધંધો ઘરકામ)ના ભાયુભાગની જમીન તેના સાસુના ખાતે હોય અને તેના મંડળીના રૂપીયા સાસુએ ઉપાડેલ હતા. જે પૈસા દસેક દિવસ પહેલા ગૌરીબેનએ મનસુખભાઇ ટીડાભાઇ રાણેવાડીયા તથા તેમના પત્ની સજનબેન પાસે માંગેલ હતા. પરંતુ તેઓએ પૈસા આપેલ નહતા. અને ગઈકાલે ગૌરીબેન તેની દિકરી શીલ્પાના શ્રીમંતમાં આવવા માટેનુ નિમંત્રણ આપવા માટે આરોપીઓના ઘરે ગયા હતા. ત્યારે અગાઉની વાતનો ખાર રાખી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીઓ મનસુખભાઇ અને સજનબેનએ લાકડાના ધોકા વડે બંને પગ પર માર મારી ફેકચર જેવી ગંભીર ઇજા કરી હતી તથા શરીરે લાકડાના ધોકા વડે આડેધડ માર મારી મુંઢ ઇજા કરી હતી. આથી, ગૌરીબેને મનસુખભાઇ અને સજનબેન વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના પગલે પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.