મોરબી : રાજ્યના યુવાનોમાં વધી રહેલા હાર્ટએટેકના બનાવોને પગલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ તથા ISA ગુજરાત, શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતનાં 2 લાખથી પણ વધુ શિક્ષકોને જીવનરક્ષક CPR ટ્રેનિંગ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જીલ્લાના શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી.છેલ્લા બે વર્ષથી રાજ્યમાં નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબી જીલ્લા મેડિકલ સેલ તથા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે શિક્ષકોને હાર્ટ એટેક સમય જીવન રક્ષક સીપીઆર પદ્ધતિ અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં શિક્ષકોને ડોક્ટરો દ્વારા COLS ટેકનીક દ્વારા CPR ની ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મેડિકલ સેલ મોરબી જીલ્લા સંયોજક ડો.વિજય ગઢીયા, GMERS મેડિકલ કોલેજના એ. ડિન ડો. સંજય વિકાણી, એનેસ્થેસિયા વિભાગના ડો. હર્ષિલ શાહ, મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી નિલેષ રાણીપા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આબડિયા, ભરત વિડજા, સમગ્ર જીલ્લાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.