મોરબી પાલિકાનો તમામ ફાયર કાફલો બનાવ સ્થળેમોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે ફેકટરીમાં આજે ગુરુવારે બપોરના સમયે અચાનક આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા મોરબી ફાયર બ્રિગેડનો તમામ કાફલો બનાવ સ્થળે પહોંચી આગ બુઝાવવા માટે પ્રયાસો કરી રહ્યો છે.મોરબી નગરપાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ લોયલ પોલીપેક ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી છે અને આગ વધુ વિકરાળ હોય આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જો કે, આગ કેવી રીતે લાગી છે તે અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી.