મોરબી : મોરબીના માળીયા - હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે આવેલ લેમિત પેપરમિલમાં પડેલા વેસ્ટ પેપરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોરબી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો છે. જો કે આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટથી પણ ફાયર બ્રિગેડની ટિમ બોલાવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.