મોરબી - વાંકાનેર ફાયર કાફલો ઘટનાસ્થળે : પોલીસ પણ બનાવ સ્થળે વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક આવેલ દીયાન પેપરમિલમાં ભયાનક આગ ભભૂકી ઉઠતા મોરબી અને વાંકાનેર ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક આવેલ દીયાન પેપરમિલમાં ચારેક વાગ્યાના અરસામાં ભયંકર આગ ભભૂકી ઉઠતા વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી તેમજ વાંકાનેર ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ વેસ્ટ પેપરની ગાસડીઓ લાગેલી આગ ભયાનક બની હોય જરૂર પડયે રાજકોટ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવશે હાલ આગ વિકરાળ બનતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હોવાનું જાણવા મળે છે.