મોરબી: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અને રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઈ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:1. ટ્રેન નંબર ૦૯૫૭૫/૦૯૫૭૬ રાજકોટ-મહેબૂબનગર સાપ્તાહિક સ્પેશિયલ (૪-૪ ફેરા)ટ્રેન નંબર ૦૯૫૭૫ રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ ૩ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૪ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ સોમવારે રાજકોટથી ૧૩:૪૫ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે ૨૦:૦૦ કલાકે મહેબૂબનગર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર ૦૯૫૭૬ મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ ૪ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૫ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ મંગળવારે મહેબૂબનગરથી ૨૩:૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને ગુરુવારે ૦૫:૦૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધરમાબાદ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચર્લા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ કોચ રહેશે.2. ટ્રેન નંબર ૦૯૫૨૦/૦૯૫૧૯ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ (૪-૪ ફેરા)ટ્રેન નંબર ૦૯૫૨૦ ઓખા-મદુરાઈ સ્પેશિયલ ૩ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૪ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ સોમવારે ઓખાથી ૨૨:૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને ગુરુવારે ૧૧:૪૦ કલાકે મદુરાઈ પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર ૦૯૫૧૯ મદુરાઈ-ઓખા સ્પેશિયલ ૭ નવેમ્બર, ૨૦૨૫ થી લઈને ૨૮ નવેમ્બર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ શુક્રવારે મદુરાઈથી ૦૪:૦૦ કલાકે રવાના થશે અને રવિવારે ૧૦:૨૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, ઉધના, નંદૂરબાર, આમલનેર, જલગાંવ, ભુસાવલ, અકોલા, પૂર્ણા, એચ સાહિબ નાંદેડ, નિઝામાબાદ, કાચીગુડા, મહેબૂબનગર, ડોન, ગૂટી, રેનિગુંટા, કાટપાડી, વેલ્લોર છાવણી, તિરુવન્નામલાઈ, વિલુપુરમ, શ્રીરંગમ, તિરુચિરાપલ્લી, મણપ્પારૈં, ડિંડીગુલ અને કોડાઈકૅનાલ રોડ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ કોચ રહેશે.ટ્રેન નંબર ૦૯૫૭૫ રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ અને ટ્રેન નંબર ૦૯૫૨૦ ઓખા-મદુરાઈ સ્પેશિયલનું બુકિંગ ૧ નવેમ્બર, ૨૦૨૫ થી તમામ પીઆરએસ કાઉન્ટરો પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન માહિતી મેળવી શકાય છે.