મુંબઈ : વર્ષ 1875માં મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત વિશ્વની પ્રથમ આર્ય સામજ કાકરવાડી મુંબઈ આર્ય સમાજને 150 વર્ષ પૂર્ણ થતા તારીખ 29 અને 30 માર્ચના રોજ મુંબઈમાં બે દિવસીય મહોત્સવ યોજાયો હતો.આ મહોત્સવમાં અનેક ગણમાનીય રાજકીય આગેવાનનો સમગ્ર ભારત વર્ષમાંથી, બધા જ રાજ્યમાંથી આર્ય પરિવારજનો અને આર્ય વીરો, આર્ય મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રહેવાની તથા જમવાની વ્યવસ્થા મુંબઈ આર્ય પ્રતિનિધિ સભા અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા દ્વારા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ બંને દિવસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બીજા રાજ્યના રાજ્યપાલો, મહારાષ્ટ્રના પણ રાજકીય આગેવાનો અને કેન્દ્ર સરકારના પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્વાન સંન્યાસીઓ સ્વામી વિવેકાનંદજી સ્વામી, પ્રણવાનંદજી, ડોક્ટર સ્વામી દેવવ્રતજી ઉપરાંત સાર્વદેશિક સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્યજી તથા જ્ઞાન જ્યોતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્રકુમાર આર્યજી, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાન ધર્મવીરજી તથા મંત્રી વિનય આર્યજી, ટંકારા ટ્રસ્ટના મંત્રી અને ડીએવી સંસ્થાના પણ મંત્રી અજય સગલજી સહિતના વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નવ યુવાનોને પણ ખાસ સમય ફાળવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આકર્ષણ મહિલા સંમેલન, આર્ય વીર દળ વ્યાયામ પ્રદર્શન, યુવા સંમેલન જેવા સંમેલનો પણ રહ્યા હતા. શંકા સમાધાન પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા, સ્વામી દયાનંદજીનું જીવન દર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા આ રીતે બે દિવસનો કાર્યક્રમ ખૂબ સારો અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.