માળિયા બ્રાન્ચ કેનાલમાં કપડાં ધોતી વખતે પગ લપસતા દુર્ઘટના સર્જાઈ: પાલિકાની ફાયર ટીમે 5 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યોમોરબી અપડેટ : હળવદ પંથકમાં કેનાલમાં ડૂબી જવાથી એક શ્રમિક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. હળવદના નવા માલણિયાદ ગામની સીમમાં આવેલી માળિયા બ્રાન્ચ કેનાલમાં કપડાં ધોવા ગયેલા મહિલાનો પગ લપસી જતાં આ કરુણાંતિકા સર્જાઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને ખેત મજૂરી માટે હળવદ આવેલા 35 વર્ષીય નૂરીબેન નવા માલણિયાદ ગામના ઘનશ્યામભાઈ ગંગારામભાઈ દલવાડીની કેનાલ કાંઠે આવેલી વાડીમાં મજૂરી કામ કરતા હતા. તેઓ કેનાલમાં કપડાં ધોવા માટે ગયા હતા, તે સમયે અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં હળવદ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ 5 કલાકની ભારે જહેમત બાદ કેનાલમાંથી મહિલાના મૃતદેહને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.#MorbiUpdate #Halvad #CanalAccident #MorbiNews #GujaratNews