ઘડિયાળ ઉદ્યોગના પ્રણેતાના માદરે વતનમાં સરપંચ અને તમામ સભ્યો તરીકે માત્ર મહિલાઓની જ વરણી મોરબી : મોરબી નજીક આવેલ ચાંચાપર ગામે સ્ત્રી સશક્તિકરણની અનોખી મિશાલ કાયમ કરી છે. ચાંચાપર ગ્રામ પંચાયત મહિલા સમરસ બની છે અને આખી પંચાયત બોડી મહિલાઓને હવાલે કરી દઈને સરપંચ અને તમામ સભ્યો તરીકે માત્ર મહિલાઓની જ વરણી કરવામાં આવી છે. મોરબીથી આશરે 20 કિમિ દૂર આવેલ ચાંચાપર ગામ અંદાજે 80 વર્ષે પહેલા વસેલું હતું. ખાસ કરીને ઘડિયાળના પ્રણેતા ગણાતા સ્વ.ઓ.આર.પટેલનું આ ગામ છે. એટલે આ ગામ વધુ જાણીતું છે. ગામની 2178 જેટલી વસ્તી છે. મોટાભાગના પટેલોનો વસવાટ છે તેમજ અન્ય જ્ઞાતિઓનો પણ વસવાટ છે.ત્યારે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાચાપર ગ્રામ પંચાયત 50 વર્ષ પછી ગામના આગેવાનો પ્રવિણભાઈ રામજીભાઈ ભાલોડીયા, પ્રાણજીવનભાઈ નાગજીભાઈ કાસુન્દ્રા, માજી સરપંચ ભુદરભાઈ ભાલોડીયા અને જીતેન્દ્રભાઈ રામાવતના પ્રયાસોથી પ્રથમ વખત સમરસ તરીકે જાહેર થઈ છે. તે પણ મહિલા સમરસ એટલે સરપંચ સહિતની તમામ બેઠકો મહિલાઓની ફાળે ગઈ છે. ચચાપર ગામના સરપંચ તરીકે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી તેમજ સભ્યો તરીકે અનિતાબેન રાઠોડ, રાજેશ્રીબેન ભાલોડીયા, કાંતાબેન ચૌહાણ, છાયાબેન હોથી, હંસાબેન ફેફર, ચંદ્રિકાબેન વાછાણી, હંસાબેન ભાલોડીયા, રીટાબેન સનીયારાની બિનહરીફ વરણી કરાઈ છે. આમ નાના એવા આ ગામે સ્ત્રી સશક્તિકરણની દિશામાં ઉમદા પહેલ કરતા આખી પંચાયત બોડીમાં મહિલાઓનું શાસન સ્થપાઈ ગયું છે. અને હાલ ગામમાં બેન્ક, પોસ્ટ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર, શાળા ,100 ટકા ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓ છે અને 2300 જેટલા લીલાછમ વૃક્ષો છે અને આ મહિલા બોડી આવનારા દિવસોમાં રોડ - રસ્તા સહિતના વિકાસના કામો કરવાનો નીર્ધાર કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..