મોરબી : મોરબીના મહિલા તબીબ ડો. હસ્તીબેન મહેતા અને શિક્ષણમાં સેવા આપનાર ચંદ્રલેખાબેન મહેતાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે વિધાનસભાની બેઠકમાં હાજર રહેલા ડો. હસ્તીબેન મહેતાને તબીબી સેવા આપવા બદલ અને ચંદ્રલેખાબેન મહેતાને શિક્ષણમાં સેવા આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરાયા હતા. બન્નેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરસ્વતી દેવીની પ્રતિમા અર્પણ કરી હતી. આ દરમિયાન તેમના પરિવારના સભ્ય દીર્ઘાયુ, સમૃદ્ધિ, જીગર વોરા હાજર રહ્યા હતા.