આયુષ્માન ભારત યોજના હેઠળ બાળકોના કપાયેલા કે ફાટેલા હોઠ અને તાળવાની સર્જરી કરાશે મોરબી : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી તથા ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મોરબીના સહયોગ તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સયુંકત ઉપક્રમે મફત નિદાન તેમજ મફત સર્જરી કેમ્પનું આયોજન કરેલ છે. આગામી તા. ૨૦-૧૧-૨૦૨૧, શનિવારના રોજ મોરબી સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગ ખાતે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અમદાવાદના ખ્યાત નામ ડૉ. જ્યુલ કામદાર (નવજાત શિશુબાળકો ના સર્જન) ડૉ. નીશ્ચલ નાયક (કોસ્મેટીક અને પ્લાસ્ટીક સર્જન) ઉપસ્થિત રહી નિદાન કરશે. આ કેમ્પનો લાભ લેવા માટે ડૉ. પ્રદીપ કે. દુધરેજીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ હોસ્પિટલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતિરા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.આ કેમ્પમાં કપાયેલા હોઠ ફાટેલા તાળવાની સારવાર તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ (૦ થી ૧૮ વર્ષ) ના બાળકોની તમામ સર્જરીનું નિદાન તથા સારવાર થશે. કેમ્પ અંગે વધુ માહિતી માટે ૯૪૨૮૨૪૯૯૮૨ પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..