મોરબીમાં માત્ર રૂ.55 હજારની લોન લેનાર મહિલાએ બેન્ક કર્મચારીઓના ત્રાસથી કંટાળી ભરેલું પગલું મોરબી : મોરબીમાં નાના મધ્યમ વર્ગના માણસો વ્યાજખાઉ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા હોવાના અનેક બનાવો વચ્ચે હવે હવે બન્કો પણ નાની- નાની લોન લેનાર લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં બેન્કના કર્મચારીઓની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈ એક પરિણીતાએ એસિડ ગટગટાવી લેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે, ગાયત્રીનગર સોસાયટી રહેતા મધ્યમવર્ગના ચેતનીકાબેન નીલેશભાઇ ચૌહાણ નામના મહિલા ગર્ભવતી હોય નાણાકીય જરૂરત પડતા મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા મનીષાબેન મારફતે શનાળા રોડ ઉપર મહાવીર ફરસાણ પાસે આવેલી ઉજજજીવન બેન્કમાંથી રૂપિયા 55000ની લોન 24 મહિનામાં 3800 રૂપિયાના માસિક હપ્તા લેખે લીધી હતી જેમાં પ્રથમ હપ્તો ભર્યા બાદ ચાલુ મહિને આર્થિક સંકડામણમાં હપ્તો ભરપાઈ ન કરી શકતા બેન્કના કર્મચારી દ્વારા પઠાણી ઉઘરાણી શરુ કરી કાં તો લોનનો હપ્તો ભરો અથવા તાત્કાલિક લોનની રકમ ભરપાઈ કરવા અવાર નવાર ઉઘરાણી શરૂ કરતા બેન્કવાળાના ત્રાસથી કંટાળી જઈ ચેતનિકાબેને પોતાના ઘેર એસીડની બોટલમાંથી એસીડના ઘુંટડા પી લીધા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.