રૂ.29 લાખની રકમ 20% વ્યાજે લીધા, જેની સામે રૂ.2.05 કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી થતા આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ : પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈમોરબી અપડેટ : ટંકારા તાલુકાના નેકનામ ગામમાં પુત્ર અને પુત્રીના લગ્ન તેમજ મકાનના રિનોવેશન માટે લીધેલી રૂ.29.70 લાખની રકમ સામે 20% ના તોતિંગ વ્યાજ સાથે રૂ.2.05 કરોડ ચૂકવી દેવા છતાં વધુ રૂ.50 લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી મળતા ચાની હોટલ ચલાવતા આધેડે કંટાળીને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસ મથકમાં વ્યાજખોર પિતા-પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.20% ના તોતિંગ વ્યાજે લીધા હતા રૂપિયા નેકનામ ગામમાં ઉગમણા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા 46 વર્ષીય લીંબાભાઈ માંડાભાઈ લામકાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમણે 20/05/2021 ના રોજ તેમના ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા પાસેથી દીકરાના લગ્ન અને મકાનના રિનોવેશન માટે 14,70,000 રૂપિયા 20% વ્યાજે લીધા હતા. જેની સામે તેમણે 73,50,000 ચૂકવી દીધા હતા. ત્યારબાદ 2024 માં દીકરીના લગ્ન માટે વધુ 15,00,000 રૂપિયા 20% વ્યાજે લીધા હતા, જેની સામે 26,50,000 ચૂકવી આપ્યા હતા.દાગીના વેચી, ગાડી પર લોન લઈ 2 કરોડથી વધુ રકમ ચૂકવીફરિયાદમાં જણાવ્યા મુજબ કુલ 29,70,000 ની સામે 2,05,00,000 જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં રાજેન્દ્રસિંહ અને તેમના પુત્ર વિક્રમસિંહ રાજુભા ઝાલા અવારનવાર ધમકીઓ આપતા હતા. લીંબાભાઈએ દાગીના વેચીને, ઇકો ગાડી પર લોન લઈને અને સગા વહાલા પાસેથી ઉછીના રૂપિયા લઈને પણ વ્યાજખોરોને રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં ત્રણ દિવસ પહેલા રાજેન્દ્રસિંહે ફોન કરી વધુ 50,00,000 ની માંગણી કરી હતી અને તેમાંથી 5,00,000 તાત્કાલિક માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.કંટાળીને ફિનાઇલ પી લીધું, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ધમકીઓથી ડરીને લીંબાભાઈ ઘર છોડીને જતા રહ્યા હતા અને પરત આવ્યા બાદ પણ ઉઘરાણી ચાલુ રહેતા તેમણે ગઈકાલે સાંજે કંટાળીને ઘરમાં રાખેલ ફિનાઇલ પી લીધું હતું. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત સુધારા પર હોવાથી રજા આપવામાં આવી હતી.ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈલીંબાભાઈની ફરિયાદના આધારે ટંકારા પોલીસે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા અને તેમના પુત્ર વિક્રમસિંહ રાજુભા ઝાલા (બંને રહે. નેકનામ) વિરુદ્ધ આઈપીસી કલમ 384, 114 અને મનીલેન્ડર્સ એક્ટની કલમ 40, 42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ જયદેવસિંહ કૃષ્ણકુમારસિંહ રાણા ચલાવી રહ્યા છે.#Morbi #Tankara #MorbiUpdate #CrimeNews #GujaratPolice #Vyajkhor #Neknam #Extortion #MorbiNews