મોરબી : આજે ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ તા. 26 ફેબ્રુઆરી, 2024 છે. તેમજ ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2080, માસ મહા, પક્ષ વદ, તિથિ બીજ અને વાર સોમ છે. ત્યારે આપણે જાણીએ કે 26મી ફેબ્રુઆરી એ વિશ્વના ફલક ઉપર કઈ-કઈ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે? કઈ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ છે?મહત્વપૂર્ણ ઘટનાઓ1411 – અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો.1616 – ગૅલિલિયો ગૅલિલિ પર રોમન કેથોલિક ચર્ચ દ્વારા પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તે દૃષ્ટિકોણ શીખવવા બદલ ઔપચારિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.1775 – બલમ્બંગન ટાપુ પર આવેલી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફેક્ટરીને મોરો ચાંચિયાઓએ નાશ કરી.1954 – મનાલી શહેરથી લગભગ ૨ કિ. મી.ના અંતરે આવેલ મનાલ્સુ ખાડીના સ્ત્રાવ વિસ્તારને 'પંજાબ પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ પ્રોટેક્શન એક્ટ ૧૯૩૩' હેઠળ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો.1994 – ઉત્તર કોરિયા પોતાના પરમાણું મથકોને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે ખોલવા સંમત થયું.1995 – કોપીરાઈટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ચીન વચ્ચે કરાર થયા1999 – રેપ ગાયક લૌરીન હિલે પાંચ ગ્રેમી એવોર્ડ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો.2001 – ક્રિકેટના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેનનું અવસાન.2002 – અફઘાનિસ્તાનના વચગાળાના વડાપ્રધાન હામિદ કરઝાઈ ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા.2004 – મેકદુનિયાના રાષ્ટ્રપતિ બેરિસ ટ્રેજ કોવસ્કીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું.2006 – ઈરાન અને રશિયામાં પરમાણુ શુદ્ધિકરણ પર કરાર.2007- નેપાળ સરકાર દ્વારા રાજાની મિલકતના રાષ્ટ્રીયકરણની ઘોષણા કરવામાં આવી.2008 – ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ અંડરવોટર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. નેપાળમાં બંધારણ સભાની ચૂંટણી માટે માઓવાદી નેતા પ્રચંડે તેમનું નામાંકન ફાઇલ કર્યું.2009 – અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હેમંત લક્ષ્મણ ગોખલેની મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી.2010 – ચિલીમાં 8.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સેન્ટિયાગોથી લગભગ 340 કિમી દૂર હતું. અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલામાં 9 ભારતીય નાગરિકોના મોત. સમરેશ જંગે કોમનવેલ્થ ગેમ્સમાં 25 મીટર એર પિસ્તોલ ટીમ અને ઇન્ડિવિઝ્યુઅલ ઈવેન્ટ્સ બંનેમાં ગોલ્ડ જીત્યો તેમજ ગગન નારંગ અને જયદીપ કર્માકરે 50 મીટર રાઈફલ પ્રોન ડબલ્સ ઈવેન્ટમાં મીટ રેકોર્ડ તોડ્યો.2011 – અલ્જેરિયાના રાષ્ટ્રપતિએ આરબ દેશોમાં બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે 19 વર્ષ પહેલાં દેશમાં લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ સત્તાવાર રીતે સમાપ્ત કરી.2019 – ભારતીય વાયુસેનાએ એલઓસીની નજીક બાલાકોટમાં જૈસ-એ- મોહમ્મદના આતંકવાદી ઠેકાણાંઓ પર એર-સ્ટાઇક કરી હતી. આ હવાઇ હુમલામાં લગભગ 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો.પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ1890 – ચારુચંદ્ર બોઝ, ભારતીય ક્રાંતિકારી અને અનુશીલન સમિતિના સભ્ય (અ. ૧૯૦૯)1896 – દુલેરાય કારાણી, કચ્છી લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક (અ. ૧૯૮૯)1896 - ગોપાલ સ્વરૂપ પાઠક – ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા.1887 - બેનેગલ નરસિમ્હા રાવ – એક ભારતીય વહીવટી અધિકારી, ન્યાયશાસ્ત્રી, રાજદ્વારી અને રાજકારણી હતા.1903 - કૈલાશ નાથ વાંચુ – ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ હતા.1908 – લીલા મજમુદાર, બંગાળી સાહિત્યકાર, બંગાળી બાળસાહિત્યકાર. (અ.૨૦૦૭)1925 - પ્રકાશ મેહરોત્રા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.1946 - મૃણાલ પાંડે – પત્રકાર અને સાહિત્યકાર.1959 - સંજય ધોત્રે – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.1994 - બજરંગ પુનિયા – ભારતના પ્રખ્યાત ફ્રી સ્ટાઈલ કુસ્તીબાજ.પ્રખ્યાત વ્યક્તિઓની પૂણ્યતિથિ1712 - બહાદુર શાહ પ્રથમ – દિલ્હીનો સાતમો મુઘલ સમ્રાટ હતો.1886 - નર્મદ – ગુજરાતી ભાષાના યુગ પ્રવર્તક ગણાતા સાહિત્યકાર. (જ. ૧૮૩૩)1887 - આનંદી ગોપાલ જોશી – ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર (જ. ૧૮૬૫)1966 - વિનાયક દામોદર સાવરકર – ભારતીય રાષ્ટ્રવાદી અને સ્વાતંત્ર્ય સેનાની, ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા (જ. ૧૮૮૩)1989 – દુલેરાય કારાણી, કચ્છી લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક (જ. ૧૮૯૬)2004 - શંકરરાવ ચવ્હાણ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)