રોડથી એકાદ ફૂટ જેટલા ઉંચા ઢાંકણાને કારણે અવારનવાર સર્જાઈ રહ્યા છે અકસ્માતમોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આડેધડ નાખેલા ભૂગર્ભ ગટરના ઢાંકણાના કારણે અવારનવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે આ ઢાંકણા જીવલેણ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર જે ગટરના ઢાંકણા છે તે રોડથી એકાદ ફૂટ ઉંચા છે. આના કારણે અનેક ટુ-વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજે પણ નવઘણબબાઈ કંઝારિયા નામના બાઇક ચાલક આ ઢાંકણાને કારણે પડ્યા હતા. ઉપરાંત ગઈકાલે હળવદના એક વ્યક્તિના બાઈકનું ટાયર અહીં ફાટી ગયું હતું. આ મામલે મહાપાલિકામાં રજુઆત કરતા ત્યાંથી ઉડાઉ જવાબ આપવામાં આવે છે. તેવું પણ અકસ્માતનો ભોગ બનનાર વાહનચાલકો જણાવી રહ્યા છે.