લાલપર નજીક સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લીધોમોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ડેલ્ટા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં શ્રમિક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મધ્યપ્રદેશમાં અપહરણના ગુન્હામાં શ્રમિકને ધરપકડ થવાની બીકે આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ડેલ્ટા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા રાહુલ અનવર ભાભોર ઉ.20 નામના યુવકે ગઈકાલે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાહુલ વિરુદ્ધ મધ્યપ્રદેશના નાલીછા પોલીસ મથકમાં અપહરણ અંગેનો ગુન્હો નોંધાયો હોવાથી પોલીસ ધરપકડ કરશે તેવા ડરથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.